થાઈ સ્ટાયલના વેજ સ્પ્રિંગ રોલ |
1 વાટકી મેંદો
1/4 વાટકી કોર્નફ્લોર
1/2 વાટકી ગાજર
1/2 વાટકી કોબીજ
1/2 વાટકી ફણસી
1/2 વાટકી કોથમીર
1/2 વાટકી કેપ્સિકમ
1 નાની ચમચી ટોમેટો સોસ
1 નાની ચમચી ખાંડ
1/2 નાની સોયા સોસ
મીઠું સ્વાદ અનુસાર
તેલ તળવા માટે
1 નાની ચમચી ઝીણું સમારેલું આદું
1 નાની ચમચી ઝીણું સમારેલું લસણ
રીત:
1. સૌપ્રથમ એક પાત્રમાં મેંદો, કોર્નફ્લોર લઈ સારી રીતે મિક્સ કરી લો.
2.હવે બધા શાકભાજી ઝીણા સમારી લો. એક ફ્રાયપેનમાં તેલ ગરમ કરો. તેમાં આદુ-લસણ શેકો. ત્યારબાદ શાકભાજી નાખી તેને અધકચરા શેકો.
3.તેમાં ટોમેટો સોસ, સોયા સોસ અને ખાંડ મિક્સ કરો. જરૂરિયાત પ્રમાણે મીઠું નાખો. અને એકબાજુ પર મૂકી દો.
4.મેદાના તૈયાર મિશ્રણને લઈને લોટ બાંધી લો. હવે તેમાંથી રોટલીની જેમ વણી લો.
5.ત્યારપછી તે રોટલીના ચાર સરખા ભાગ કરો. હવે રોટલીનો એકભાગ લઈને તેમાં ઉપર બનાવેલું મિશ્રણ ઉમેરી તેનો રોલ વાળી લો.
6.હવે કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. પછી રોલને ગરમ તેલમાં ફ્રાય કરો. ફ્રાય કર્યા પછી તેને ગરમાગરમ સર્વ કરો.
વધુ માહિતી માટે:
1. પાણીપુરીની પુરી ઘઉના લોટમાંથી
2. તાજા લાલ મરચાની ચટણી - Taja Lal Marcha ni Chutney
3. સુરતી લોચો બનાવો સરળ રીતે - Surti Locho Banvo Saral Rite
4. પાઉંભાજી - Pav Bhaji
No comments:
Post a Comment