ચકો ચિપ્સ કેક |
૧ વાટકી સેલ્ફ રાઇઝિંગ ફ્લોર
100 ગ્રામ બટર
4 ચમચી દળેલી ખાંડ
1/4 વાટકીદૂધ
1/4 બેકિંગ સોડા
1/2 વાટકી ચોકો ચિપ્સ
રીત:
1. સૌપ્રથમ એક પાત્રમાં બટર લઈ તેને એકદમ સોફ્ટ બનાવી લો. ઓગળી જાય પછી તેની અંદર ખાંડ ઉમેરી આ મિશ્રણને ખાંડ પુરી ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરો.
2. હવે એકબીજા વાસણમાં લોટ અને સોડા ઉમેરી તેને એકદમ મિક્સ કરી લો.
3. હવે બટરવાળા પાત્રમાં દૂધ ઉમેરો. બીજા વાસણમાં મિક્સ કરેલો લોટ આ બટરવાળા પાત્રમાં ધીમે ધીમે ઉમેરી તેને હલાવો. ધ્યાન રાખવું કે તેમાં ગઠ્ઠા ન રહેવા જોઇએ.
4. હવે તેને એકદમ મસળી લઈ તેને સુવાળો બનાવો. તેની અંદર ચોકો ચિપ્સ ઉમેરો અને આ મિશ્રણને મિક્સ કરી લો.
5. હવે આ બાઉલ ને ફ્રીજમાં અડધો કલાક માટે રહેવા દો.
6.હવે બેકિંગ ટ્રે પર થોડું તેલ લગાડી તેના પર આ મિશ્રણ પાથરી દો.
ચકો ચિપ્સ કેક- Choco Chips Cake |
7. હવે ઓવનને બે મિનિટ માટે પ્રી હિટ કરી 180ડિગ્રી પર ૧૦ થી ૧૨ મિનીટ સુધી બેક કરો. ત્યારબાદ તેને 5 મીનિટ સુધી તેમ જ રહેવા દેવી.
8.હવે તેને બહાર કાઢી તેને ચોરસ આકાર રાખો.તમારી ગરમાગરમ તાજી અને એકદમ પોચી ચોકો ચિપ્સ કેક તૈયાર છે.
વધુ માહિતી માટે:
1. ભાત ના ભજીયા (ક્રિસ્પી ભજીયા) - Bhat na Bhajiya
2. કોથમરી ની ચટણી - Kothmari ni Chutney
3. સામાના ઢોકળા- Sama na Dhokla
4. પુડલા ( બેસન ચિલ્લા) - Pudala
5. તવા ગાર્લિક નાન - Tawa Garlic Naan
6. ભરેલા ટમેટા - Bharela Tomatoes
No comments:
Post a Comment