મટર પનીર - Matar Paneer |
250 ગ્રામ પનીર
1 વાટકી વટાણા
ત્રણ ચાર ચમચી સમારેલી કોથમીર
બે-ત્રણ ચમચી લાલ મરચું પાવડર
1 1/2 ધાણાજીરું પાવડર
મીઠું સ્વાદ પ્રમાણે
અડધી ચમચી હળદર
૧ નંગ તજ
૧ નંગ તમાલપત્ર
૨ ચમચી સુકા મસાલા પાવડર
૧ નંગ કેપ્સીકમ મરચું
૨ નંગ ડુંગળી
૨ નંગ ટામેટા
બે ચમચી આદુ-લસણની પેસ્ટ
એક ચમચી માખણ
તેલ વઘાર માટે
ટીપ્સઃ
- આ શાકને એકદમ ફાસ્ટ આંચ પાર બનવાથી તે એકદમ જ બજાર જેવો જ સ્વાદ લાગે છે. પરંતુ શાક બાલી ના જાય તેનું પણ ધ્યાન રાખવું.
રીત:
1. સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરી તેની પર કડાઈ ગરમ થવા મૂકી દો.
2. હવે કડાઈની અંદર 2 - 3 ચમચી તેલ ઉમેરોતેને ગરમ થવા દો.તેલ ગરમ થઇ જાય પછી તેની અંદર અડધી ચમચી જીરૂ નાખીને તેને સાંતળો. જીરુ નો કલર બદલી જાય પછી એની અંદર ચપટી હિંગ ,તજ અને તમાલપત્ર ઉમેરો.
3. ત્યારબાદ ગેસ ની આંચ વધારીને તેમાં સમારેલી ડુંગળી અને લામ્બા સમારેલા કેપ્સિકમ ઉમેરી તેને ચઢવા દો.
4. જયારે ડુંગળી થોડી પારદર્શક થઇ જાય પછી તેની અંદર લસણ-આદુની પેસ્ટ ઉમેર. હવે ગેસની આંચ ધીમી કરી તેમાં મરચું પાવડર, હળદર, ધણા જીરું, મીઠું , ગરમ મસાલો ઉમેરી તેને 1 મિનિટ માટે સાંતળો. ત્યારબાદ તેની અંદર ટામેટાં ઉમેરી તેમાંથી તેલ છૂટે ત્યાં સુધી પકાવો.
5. પછી જયારે ટામેટા ગ્રેવી જેવા થઇ જાય પછી તેમાં સૂકા મસાલા પાવડર ઉમેરી તેને 30 સેકન્ડ માટે સાંતળો.
6. હવે તેમાં વટાણા ઉમેરી અને થોડી સમારેલી કોથમરી ઉમેરીને 1 મિન્ટ માટે પકવો.
7. આ ગ્રેવીમાં થોડું પાણી ઉમેરીને વટાણા બફાય જાય ત્યાંસુધી ઉકળવા દો. ત્યાર બાદ તેની અંદર પનીર ના ટુકડા ઉમેરો અને જયારે પનીર નરમ થઇ જાય એટલે તેને ગેસ પરથી ઉતારીને તેના પર બચેલી કોથમીર ભભરાવીને માતર પનીર શાકને નં કે પરાઠા સાથે પીરસો.
વધુ માહિતી માટે:
1. સુકા લાલ મરચાંની ચટણી- Suka Lal Marcha ni Chutney
2. મેંગો લસ્સી - Mango Lassi
3. ફુ્ટ સલાડ - Fruit Salad
4. ગાજરનો હલવો - Gajar no Halwo
5. દૂધીનો હલવો - Dudhi no Halvo
6. વેજીટેબલ જમ્બો ચીઝ સેન્ડવીચ- Vegetable Jumbo Cheese Sandwich
7. તીખા સેવ મમરા- Tikha Sev mamara
8. મસાલા પૌવા બટેકા- Masala Pauva Bateka
9. આંબલી ની ચટણી - Aambli ni Chutney
10. કોલ્ડ કોફી- Cold Coffee
No comments:
Post a Comment