સામગ્રીઃ
1 મોટું નંગ રીંગણ
3 ચમચી તેલ
1 ચમચી લાલ મરચું પાવડર
2 ચમચી ધાણાજીરું પાઉડર
1 ચમચી લસણ, આદુ, મરચા ની પેસ્ટ
મીઠું સ્વાદ પ્રમાણે
ટીપ્સઃ
- તેમાં બહુ વધુ પણ મસાલો ઉમેરવો નહિ કેમકે તેમ કરવાથી જયારે આપણે તેને શેકીયે છીએ ત્યારે તે બળવા માંડે છે.
રીત:
મસાલા નું મિશ્રણ બનાવા માટે
1. સૌપ્રથમ એક બાઉલમાં મસાલા લઇ લો. લાલ મરચું, ધાણાજીરું પાવડર , આદુ લસણ ની પેસ્ટ, તેલ અને મીઠું લઇ એને મિક્ષ કરી લો.
2. મસાલા ના મિશ્રણ ને બાજુ પર મૂકી લો.
રીંગણ ના પાલીતા બનાવા માટે
1. સૌપ્રથમ રીંગણ ને પાણી માં ધોઈ કપડા થી લુછી લો.
2. ત્યારબાદ ચપ્પુ વડે રીંગણ ની થોડી જાડી ચીર ગોળ પતીકાં કાપી લો. હવે ચપ્પુની મદદથી રીંગણ ની ચીર ઉપર ઉભા 2-3 આકા પાડી લો. અને એક પાણી ભરેલા પાત્રમાં રાખો લો. આમ કરવાથી રીંગણાં કાળા નથી પાડતા.
3. આજ પ્રમાણે રીંગણ ની બધી ચીર કાપી અને તેમાં આકા પડી લો.
4. હવે ઉપર ત્યાર કરેલા મસાલાના મિશ્રણને રીંગણાં માં પડેલા કાપા માં થોડું થોડું ભરી લો. અને થોડું રીંગણાની પતિકાની આગળ પાછળ લગાડી દો.
5. હવે એક તવા ને ગેસ પર મૂકી ગરમ કરો. થોડું તેલ તવા ઉપર નાખી રીંગણ ની સ્લાઈસ ને વ્યવાસ્થિત રીતે ગોઠવી તે ક્રિસ્પી થઇ ત્યાં સુધી બંને બાજુ શેકી લો.
6. રીંગણ ના પાલીતા ત્યાર છે. ગરમા ગરમ રોટલી સાથે પીરોસો.
હવે તમે તેને કોઈ પણ પ્રકારની ચટણી કે સોસ સાથે પીરસી શકો છે. તે એક સ્ટાર્ટર ડીશ છે. તેનો સ્વાદ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. આ વાનગી અચૂક થી ટ્રાય કરો અને મને કોમેન્ટ બોક્સ માં તમારો અભિપ્રાય જાણવો.
વધુ માહિતી માટે:
No comments:
Post a Comment