મમરાના લાડુ -Mamra na Ladoo

મમરાના  લાડુ -Mamra  na  Ladoo
મમરાના  લાડુ -Mamra  na  Ladoo  
સામગ્રીઃ 
૧ કપ મમરા
૧ કપ છીણેલો ગોળ
ઘી થાળી ગ્રીસ કરવા માટે

ટીપ્સઃ 
  • આ સમગ્ર પ્રક્રિયા  ધીમા તાપે જ કરવી.  નહીંતર ચીકી વધારે ગરમ ગોળના લીધે ખુબ જ કડક થઇ જાય છે.  

રીત:

1. સૌ પ્રથમ મમરા સાફ કરી ને શેકી લો. 

2. ત્યારબાદ એક નોન સ્ટીક કઢાઈમાં છીણેલો ગોળ નાખી ધીમે તાપે ઓગળવા દો,

3. પાયો થવા દો,વચ્ચે વચ્ચે ચેક કરતા રહો, તે માટે ગોળનું મિશ્રણ થોડું ઘટ્ટ થવા માંડે ત્યરે  એક વાટકી માં થોડું પાણી ઉમેરી  તેમાં  બે ચાર ગોળના  ટીપા ઉમેરી ને ચેક કરો કેગોળને હાથની મદદથી  લાડુ  જેવો આકાર બને  છે  તો આ પાયો આવી ગયો કહેવાય

4. પાયો થઇ જાય એટલે તેમાં મમરા નાખી ગેસ બંધ કરી બરોબર હલાવી લો.પછી તરત જ તેને ગ્રીસ કરેલી થાળી પાર પાથરીને  ચીકી જેવો ચોરસ  આકાર આપી શકો છો    થોડી ગરમ હોય ત્યારે જ તવેથા થી ઉખાડી કાપા કરી લો.

5. લાડુ બનવવા  માટે મિશ્રણ  થોડું ગરમ  હોય ત્યરે જ હાથ પર તેલ લગાડી તેને લાડુ જેવો ગોળ આકાર આપો. પરંતુ  તે બાબતનું  ધ્યાન રાખવું કે મિશ્રણ બહુજ ગરમ હસર તો દાઝી જવાની શક્યતા રહે. તે માટે પોલા  હાથે લાડુ વાળવા.  




વધુ માહિતી માટે:

No comments:

Post a Comment

Recent Post

Khichu: A Traditional Gujarati Dish

Instagram Post