જામનગરનો પ્રખ્યાત ભાજી કોન- Jamnagar no Famous Bhaji Cone

જામનગરનો પ્રખ્યાત ભાજી કોન
જામનગરનો પ્રખ્યાત ભાજી કોન
સામગ્રીઃ 

કોન બનવવા માટે: 
1 વાટકી મેંદો
મીઠું  સ્વાદ પ્રમાણે
1 ચમચી અજમો
તેલ તળવા  અને મોંણ  માટે
કોન આકાર ના 2 બીબા
1 મધ્યમ સાઈઝની   ડુંગળી
1/2 વાટકી સમારેલ  કોથમરી
1/2 વાટકી મસાલા શીંગ
1/2 વાટકી  જીણી  સેવ
ભાજી બનવાવ માટે  


ટીપ્સઃ  

  • કોન  બનવાવ માટે તેના અંદર મોંણ  ઉમેરવાથી તે એકદમ ફરસા અને કડક બને છે. 


રીત:

1. સૌપ્રથમ ભાજીકોન  બનવવા માટે  એક પાત્રમાં  મેંદાનો લોટ લો.

2. ત્યારબાદ તેમાં  મીઠું, અજમો, અને 2-3 ચમચી તેલ ઉમેરી  બધું   લો. હવે તેમાંય જરૂરિયાત પૂરતું પાણી ઉમેરી એકદમ સોફ્ટ લોટ બાંધવો.

3. લોટ બંધાય જાય પછી તેને 10-12 મિનિટ સુધી તેલ લગાડી ઢાંકીને રાખી દો.

4. હવે 10-12 મિનિટ પછી લોટ ને મસળીને એકદમ સુંવાળો  બનવી દો. લોટ હાથમાં છોટવો જોઈએ નહિ.

5.ત્યારબાદ  એક બાજુ પાર કડાઈ માઇ તેલ ઉમેરી ગરમ થવા મૂકી દો. હવે એક વાટકીમાં  2 ચમચી કોરો મેંદો લઈ તેમાંય 1 ચમચી પાણી ઉમેરીમિશ્રણ ત્યાર કરો. જેને સ્લરી કહેવાય.

6. હવે બાંધેલા લોટ માંથી મધ્યમ સાઈઝ ના  લુઆ  લઈને તેને  મોટી રોટલી જેવો વણો.

ભાજી કોન
ભાજી કોન


7.  હવે  આ રોટલીને   કોનના  બીબાની ફરતે  વીંટી દો. અને એકદમ કોણ જેવો આકાર થઇ જશે. તેને સાઈડ  બંધ કરવા માટે આ સ્લરીનો ઉપયોગ કરો. પહેલા રોટલીના એક્ બાજુ પર સ્લરી લાગવો અને તેના પાર રોટલીની બીજી બાજુ ગોઠવી  દો.

કોનના  બીબા
કોનના  બીબા

8. થોડું મુશ્કેલ છે પણ તે બની જાય છે એક વાર સમજાય પછી..

9. આવીજ રીતે બીજી રોટલી વાણી બીજો કોણ બનવો.

10. અને તેને હવે ગરમ તેલમાંય માધ્મ  આંચ પાર તળો. તે એકદમ ગોલ્ડાન બ્રોવન રંગનું થઈ  જશે. પછી તેને પેપર નેપકીન પર કાઢી લો. જેથી વધારાનું તેલ નીકળી જાય.

11. ભાજી બનવા માટે ઉપર આપેલી લિંક પર  ક્લીક કરી વાનગી જુઓ. 

12. હવે આ ત્યાર થઇ ગયેલા કોન ની અંદર ગરમ ભાજી ભરી દો. અને તેની ઉપરથી સમારેલી ડુંગળી, મસાલા શીંગ, કોથમરી અને સેવ ઉમેરો.

આ વાનગી જરૂર બનવો અને તમારો અભિપ્રાય લખો.


વધુ માહિતી માટે:

 1. તીખા સેવ મમરા- Tikha Sev mamara

2. મસાલા પૌવા બટેકા- Masala Pauva Bateka

3. આંબલી ની ચટણી - Aambli ni Chutney

4. કોલ્ડ કોફી- Cold Coffee

5. ભાત ના ભજીયા (ક્રિસ્પી ભજીયા) - Bhat na Bhajiya

6. કોથમરી ની ચટણી - Kothmari ni Chutney

7. સામાના ઢોકળા- Sama na Dhokla

No comments:

Post a Comment

Recent Post

Khichu: A Traditional Gujarati Dish

Instagram Post