પૌવા બટાકાની સ્ટીક- Pava Bataka ni Sticks |
સામગ્રી:
1 વાટકી પોવા બટાકા
1 ઝીણી સમારેલી ડુંગળી
૧ ઝીણા સમારેલા કેપ્સીકમ
1 ઝીણું સમારેલું મરચું
બેથી ત્રણ ચમચી કોર્ન ફ્લોર
એક ચમચી આદુ-લસણની પેસ્ટ
અડધી ચમચી ચીલી ફ્લેક્સ
કોથમરી સજાવવા માટે
સ્વાદ પ્રમાણે મીઠું
એકથી બે ચમચી દહીં
બે નંગ બ્રેડની સ્લાઈસ
ક્યુઆર સ્ટીક (Skewers stick)
તેલ શેકવા માટે
ચાટ મસાલો
ગરમ મસાલો
રીત:
1.સૌપ્રથમ એક બાઉલમાં પૌવા બટાકા લો. જો તમારી પાસે બટાકા ના હોય તો તમે સાદા પણ લઈ શકો છો. પરંતુ પવા બટેકા માં આવતી બધી વસ્તુ તેમાં એક્સ્ટ્રા ઉમેરો.
2. હવે આ પૌઆ બટાકામાં આદુ-લસણની પેસ્ટ ઉમેરો. ત્યાર બાદ બ્રેડની સ્લાઈસ પાણીમાં એક સેકન્ડ માટે પલાળી કાઢી લો અને તેને પૌઆ બટાકાના બાઉલમાં ઉમેરી દો.
3.હવે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી, સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા મરચા, ચીલી ફ્લેક્સ, મીઠું, મરચું પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો અને બે ચમચી દહીં ઉમેરી બધું મિક્સ કરી લો.
4.ત્યારબાદ તેની અંદર બે ચમચી કોર્ન ફ્લોર ઉમેરો. એનો ટિક્કી જેવો લોટ તૈયાર કરો. જરૂર પડે તો કોન ફ્લોર વધુ ઉમેરી શકો છો.
5.હવે ક્યુઆર સ્ટીક લઈ લો અને તેને થોડીવાર પાણીમાં પલાળી દો. થોડીવાર પછી તેને કાઢી લો.જો તમારી પાસે ક્યુઆર સ્ટીક ના હોય તો આઈસ્ક્રીમ સ્ટીક આવે છે તે પણ ચાલે.
6.હવે આ મિશ્રણને ક્યુઆર સ્ટીક ની ફરતે ફોટા માં દર્શાવ્યા પ્રમાણે બધી બાજુ લગાડી એકદમ stick જેઓ આકાર આપો. જો મિશ્રણ છૂટી પડી જતું હોય તોજ એક ચમચી વધારે કોર્ન ફ્લોર ઉમેરવો. અને મિક્સ કરી લેવું.
7.આ રીતે બધી જ સ્ટીક તૈયાર કરી લો. અને હવે તેને સેટ થવા માટે ફ્રીઝમાં પંદર-વીસ મિનિટમાં માટે મૂકી દો.
8. 15-20 મિનિટ પછી આ સ્ટીક ફ્રીઝમાંથી બહાર કાઢી લો. હવે ગેસને ચાલુ કરી તેના ઉપર લોઢી તપવા મૂકો. હવે લોઢી પર થોડું તેલ લગાડી ને સ્ટીક તેના ઉપર મૂકો. એકદમ ધીમા તાપે તેમને શેકવી.ચારે બાજુથી આ સ્ટીક ને સેકી લો.
હવે તમારી બટાકાની તૈયાર છે તેને સોસ કે ચટણી સાથે ગરમાગરમ પીરસો.
વધુ માહિતી માટે:
No comments:
Post a Comment