સુકા મસાલા પાવડર - Dry Spices Masala Powder- Suka Masal Powder

                 આ પ્રકાર ના મસાલાને જો પંજાબી વાનગીઓમાં  વાપરવામાં આવે છે.  અને તેનાથી શાકમાં  ખુબજ સરસ સ્વાદ આવે છે. અને તેના બનવો પણ ખુબજ સરળ છે. તો જરૂર થી ટ્રાય  કરો સૂકા મસાલા પાવડર.   તેનો વપરાશ તમે દમ આલૂ  જેવી સબ્જીમાં પણ કરી શકો છો.
સુકા મસાલા પાવડર - Dry Spices Masala Powder- Suka Masal Powder
સુકા મસાલા પાવડર - Dry Spices Masala Powder- Suka Masal Powder


સામગ્રીઃ 

1 ચમચી  આખા ધાણા
1 ચમચી જીરું
2-3 નંગ લવિંગ
1 નંગ તજ
1-2 નંગ એલચી
મીઠો લીમડો


રીત:

1. સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરી તેના પર  લોઢી ગરમ થવા મુકીશું.

2. ત્યારબાદ લોઢીમાં  ૧ ચમચી આખા ધાણા , 1 ચમચી જીરૂ ,બે - ત્રણ નંગ લવિંગ, એક - બે નંગ એલચી ,૩ -૪ કડી મીઠો લીમડો, એક નંગ નાની તજ સ્ટીક  ઉમેરી તેને શેકી લો.

3. બધા સૂકા મસાલા હલકા બ્રાઉન કલરના થઈ જાય પછી અથવા તેની સુગંધ આવ્યા  પછી  ગેસ ને બંધ કરી તેને ઠંડા પડવા દો.

4. હવે આ શેકેલા મસાલાનો એકદમ ઝીણો પાવડર મિક્સરમાં વાટી લો.

 આ પ્રકારનો મસાલો તમે સબ્જી માં વાપરી શકો છો.


વધુ માહિતી માટે:

1.  મસાલા પૌવા બટેકા- Masala Pauva Bateka

2 ચા નો મસાલો - Cha no Masalo

3. ફ્રેન્કી મસાલો - Frenkie Masalo

No comments:

Post a Comment

Instagram Post