મસાલા તરેલી રોટલી - Masala Tareli Rotli

મસાલા તરેલી રોટલી - Masala Tareli  Rotli
મસાલા તરેલી રોટલી - Masala Tareli  Rotli 
આ મસાલા તળેલી રોટલી ને તમે ટી ટાઈમ સ્નેક્સ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો. મોટા થી લઈને બાળકો પણ આ ખાઈ શકે છે.જ્યારે રોટલી એક્સ્ટ્રા બચી ગઇ હોય ત્યારે તમે તેનો આવી રીતે ઉપયોગ કરી શકો છો અને તેને નાસ્તા ની જેમ પીરસી શકો છો. આમ કરવાથી બચેલી રોટલી પણ વપરાઈ જાય છે અને કંઈક નવીન પણ બની જાય છે. તે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે.

સામગ્રીઃ 
3-4 નંગ બનાવેલી રોટલી
મીઠું સ્વાદ પ્રમાણે
એક બે ચમચી લાલ મરચું પાવડર
તેલ તળવા માટે

રીત:

1. સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી ગરમ થવા મૂકો.

2. ત્યારબાદ પહેલે થી બનાવેલી  રોટલીના ચાર ટુકડા કરો. આ  પ્રમાણે બધી રોટલીના ટુકડા કરી લો.

3. હવે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. આવી રીતે બધી રોટલી તળાઈ જાય પછી તેના ઉપર મીઠું અને મરચું પાવડર છાંટી પીરસો.

4. તમે તેનો ચાટ તરીકે પણ ઉપયોગ કરી શકો છો.

વધુ માહિતી માટે:

No comments:

Post a Comment

Instagram Post