એગલેસ ચોકોલેટ લોફ કેક - Egg less chocolate loaf Cake

એગલેસ ચોકોલેટ લોફ કેક - Egg less chocolate loaf Cake
એગલેસ ચોકોલેટ લોફ કેક - Egg less chocolate loaf Cake
જેવું કેકનું નામ પડે ત્યાં જ આપણને એવું થાય છે કે ચાલો જલ્દી આપણે જઈને  ખાઈ લઈ. ચાલો તદ્દન સરળ ચોકલેટ ચિપ્સ સ્પોન્જી કેક બનાવીએ.

સામગ્રીઃ 
1 1/2 વાટકી સેલ્ફ રાઇઝિંગ ફ્લોર
અડધી વાટકી માખણ
અડધી વાટકી બોનવીટા
અડધી વાટકી દળેલી ખાંડ
એક વાટકી ચોકલેટના ટુકડા અથવા ચોકલેટ પાવડર
બે ચમચી તેલ
એક ચમચી બેકિંગ પાવડર
1/4 ચમચી બેકિંગ સોડા
50 ગ્રામ ચોકો ચિપ્સ (ઓપ્શનલ )
એક નોન સ્ટિક બેકિંગ ટ્રે

રીત:

1. સૌપ્રથમ એગલેસ ચોકલેટ ચોકો ચિપ્સ કેક બનાવવા માટે એક પાત્રમાં માખણ લઈ તેને ઓગાળી લો. ત્યારબાદ તેની અંદર દળેલી ખાંડ ઉમેરી દો. આ મિશ્રણ ને એકદમ મિક્સ કરી લો જ્યાં સુધી બધી ખાંડ એક રસ ના થાય ત્યાં સુધી.
ચોકોલેટ લોફ કેક મિશ્રણ
ચોકોલેટ લોફ કેક મિશ્રણ 

2. ત્યાર પછી ચોકલેટના ટુકડાને માઇક્રોવેવ ની મદદથી ઓગાળી તેને ખાંડ અને માખણના મિશ્રણની અંદર ઉમેરી એક સરખો મિક્સ કરી લો.

3. હવે સેલ્ફ રાઇઝિંગ ફ્લોર ને ચાળીને સ્ટેપ - 2 મિશ્રણમાં ઉમેરો. ત્યારબાદ તેની અંદર બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ઉમેરી દો. અને આ મિશ્રણને મિક્સ કરી લો.

4. જયારે  તેમાંનો  રહેલો કોરો લોટ એકદમ મિક્સ થઈ જાય તે પછી તેમાં ઉપરથી એક બે ચમચી તેલ ઉમેરો અને તેને સરખી રીતે મિક્ષ કરી લો.

5. ત્યારબાદ ૧ કપ નવસેકું પાણી એની અંદર ઉમેરી એકદમ સ્મૂધ બેટર તૈયાર કરો. જ્યારે તેને તમે ચમચાની મદદથી સરળતાથી રેડી શકો એ પ્રમાણેની કન્સિસ્ટનસી (consistency) થઈ જાય પછી તેની અંદર ચોકોચિપ્સ ઉમેરી દો અને મિક્સ કરી તેને એક બે મિનિટ માટે બાજુ પર મૂકી દો.
Egg less chocolate
Egg less chocolate 

6. ત્યારબાદ બેકિંગ ટ્રેમાં બધીબાજુ માખણ લગાડી થોડો કોરો લોટ છાંટો, હવે તૈયાર કરેલા મિશ્રણને ટ્રેની અંદર ઉમેરી દો. હવે બેકિંગ ટ્રેમાં આ મિશ્રણ સરખી રીતે પથરાઈ જાય એવી રીતે તેને સરખું ફેલાવી દો જરૂર હોય તો ટ્રેને ટેપ કરવાથી મિશ્રણ એકદમ એકસરખું પથરાઈ જાય છે અને તેમાં રહેલી હવા પણ નીકળી જાય છે.
ચકો ચિપ્સ
ચકો ચિપ્સ 


7. હવે બાકી રહેલી ચકો ચિપ્સ બેકિંગ ટ્રે ઉપર છાંટી દો અને દસ મિનિટ માટે પી્હિટ કરી લો અને તેને 180°c તાપમાને ૩૦ થી ૪૦ મિનીટ માટે બેક કરી લો.

8. કેક બેક થઈ જાય પછી તેને પાંચ મિનિટ માટે ઓવન માં જ રહેવા દો. બેકિંગ ટ્રે કાઢતી વખતે ધ્યાન રાખવું તે ખૂબ જ ગરમ હશે, ત્યારબાદર તેને બહાર કાઢી ચપ્પાની મદદથી કેક ની વચ્ચે ખુપીને જોઈ જુઓ જો છરી એકદમ સાફ બહાર આવે તો તમારો કેક એકદમ પરફેક્ટ રીતે  તૈયાર થઈ ગયો છે.
Bake in oven Egg less chocolate loaf Cake
Bake in oven Egg less chocolate loaf Cake

9. હવે કેકે ને 20-25 મિનિટ માટે ઠંડો થવા દો. જેથી તે સહેલાયથી નીકળી શકે.

વધુ માહિતી માટે:

1. કાજુની ચિક્કી -Kaju ni Chiki

2. તલની ચિક્કી -Tal ni Chiki

3. સીંગદાણાની ચિક્કી -Shingdana ni chiki 



No comments:

Post a Comment

Recent Post

Khichu: A Traditional Gujarati Dish

Instagram Post