બદામની ચીકકી - Badam ni Chiki |
¼ કપ તલ
½ કપ બદામની કતરણ
1/3 કપ સમારેલો ગોળ
1 ½ ચમચી ઘી
1 ચપટી કેસર
રીત:
1. સૌપ્રથમ તલને મધ્યમ તાપે શેકી લો. તેને ઠંડા થવા દો. બદામને પણ શેકી લો. તેને ઠંડી થવા દો.
2. એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં ગોળ મિક્સ કરો અને ધીમા મધ્યમ તાપે તેને ગરમ કરો.
3. તે દરમિયાન સતત હલાવતા રહો. ગોળ પિગળી જાય અને લિક્વીડ થઈ જાય એટલે ગેસને બંધ કરી દો અને તેમાં તલ તેમજ બદામ અને કેસર મિક્સ કરી લો.
4. હવે ત્રાસ ઊંધો કરી ઘી લગાવી લો. વેલણ પર પણ ઘી લગાવી દો અને ત્રાસ પર મિશ્રણ મુકી પાતળી ચિક્કી વણી લો. ચપ્પાથી ચોરસ ટુકડા કરી લો અને તેને ઠંડા થવા દો. ઠંડા થઈ જાય એટલે ડબ્બામાં ભરી દો.
વધુ માહિતી માટે:
1. કાજુની ચિક્કી -Kaju ni Chiki
2. તલની ચિક્કી -Tal ni Chiki
3. સીંગદાણાની ચિક્કી -Shingdana ni chiki
4. મમરાના લાડુ -Mamra na Ladoo
No comments:
Post a Comment