દૂધપાક - Dudh Pak - Doodh Pak

દૂધપાક - DudhPak  -Doodh Pak
દૂધપાક - DudhPak  -Doodh Pak  
સામગ્રી:

1 લીટર દૂધ
1/2 ચમચી જાયફળ અને એલચી પાવડર
કેસર
2 ચમચી કસ્ટર પાવડર
4 ચમચી ચોખા
1/2 વાટકી કાજુ ,બદામ, પિસ્તા સમારેલા
15 થી 20 ચારોળીના દાણા
4-5 ચમચી ખાંડ 
1 ચમચી ઘી

રીત:

1. સૌપ્રથમ એક જાડા પાત્રમાં ઘી લગાડો. હવે તેમાં દૂધ ઉમેરી ગેસ પર મૂકો. તે દરમિયાન બીજી બાજુ ચોખાને ધોઈને પલાળી રાખો.

2. દૂધમાં એક ઊભરો આવી જાય પછી તેમાં કેસર ઉમેરી દો,હવે તેને પાંચ-છ મિનીટ ઉકળવા દો અને આજુબાજુથી દૂધ લાગેલું હોય તો તેને કાઢી સતત હલાવતાં રહો નહિતર દુધ નીચે બેસી જશે.

3. ત્યારબાદ પલાળેલા ભાતમાંથી પાણી કાઢી, ભાતમાં થોડું ઘી ઉમેરી તેને દૂધની અંદર ઉમેરી દો.

4.  જ્યાં સુધી ચોખા ચઢી ના જાય ત્યાંસુધી સતત હલાવતા રહો.

5. હવે એક નાની વાટકીમાં બે ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરી તેમાં થોડું  પાણી નાખી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણ તૈયાર કરતી વખતે ધ્યાન રાખો કે તેમાં ગાંઠા ન રહી જાય.

6. હવે આ મિશ્રણ ને દૂધમાં ઉમેરો. ત્યારબાદ તેમાં જાયફળ અને એલચી પાવડર ઉમેરો.

7. 5 થી 6 મિનિટ પછી દૂધમાં ડ્રાયફ્રુટ ઉમેરી તેને એક મિનિટ માટે ઉકળવા દો.

8.  હવે આ આ દૂધપાકને ફ્રિજમાં મૂકી ચાર કલાક પછી ઠંડો પીરસો.

વધુ માહિતી માટે:

1. પાણીપુરીની પુરી ઘ‌ઉના લોટમાંથી

2તાજા લાલ મરચાની ચટણી - Taja Lal Marcha ni Chutney

3સુરતી લોચો બનાવો સરળ રીતે - Surti Locho Banvo Saral Rite

4પાઉંભાજી - Pav Bhaji

No comments:

Post a Comment

Recent Post

Khichu: A Traditional Gujarati Dish

Instagram Post