૪ થી ૬ બ્રેડ સ્લાઈસ
માખણ
એક વાટકી પાવભાજી
લાલ મરચું પાવડર
મીઠું સ્વાદ પ્રમાણે
ધાણાજીરું પાવડર
એક નંગ સમારેલી ડુંગળી
લસણની ચટણી
ટીપ્સઃ
- એક સેન્ડવીચ બની જાય પછી નોન સ્ટીક લોઢી ને સાફ ફરી બીજી સેન્ડવીચ બનાવી, તે માટે ૧ નાની ડુંગળી લઈ તેને વચ્ચેથી કાપી તેનાથી લોઢી ને સાફ કરવી.
રીત:
1. સૌપ્રથમ ગેસ ચાલુ કરો. અને નોન સ્ટિક લોઢી ગરમ થવા મૂકો.
2. લોઢી ગરમ થાય એટલે તેના પર માખણ લગાડી બ્રેડની સ્લાઈસ એક બાજુથી શેકી લો.
3. હવે બ્રેડની બીજી બાજુ માટે સૌપ્રથમ ફરી એકવાર નોન સ્ટિક માં માખણ ઉમેરો, અને તેની અંદર લસણની ચટણી,લાલ મરચું પાઉડર મીઠું અને ધાણાજીરું ઉમેરો. અને હવે તેના પર બ્રેડની બીજી બાજુ શેકી લો.
4. હવે બ્રેડ થોડી ક્રિસ્પી થાય પછી આવી જ રીતે એક બીજી બ્રેડની સ્લાઈસ સ્ટેપ-3 પ્રમાણે શેકી લો.
6.હવે લોઢીમાં થોડી કાચી ડુંગળી અને પાવભાજી નાખી ગરમ થવા દો. પાવભાજી ગરમ થઈ જાય પછી તેને બંને બાજુ પર રાખીલી બ્રેડ સ્લાઈસની વચ્ચે પાવભાજી ભરી દો.
પાઉંભાજી સેન્ડવિચ |
7. તમારી તવા પાવભાજી સેન્ડવીચ તૈયાર છે. હવે તેને પીઝા કટરની મદદથી કાપી લો અને ગરમાગરમ સર્વ કરો. આજ રીતે બધી સેન્ડવીચ બનાવી લો.
વધુ માહિતી માટે:
No comments:
Post a Comment