સીંગદાણાની ચિક્કી -Shingdana ni chiki

સીંગદાણાની ચિક્કી -Shingdana ni  chiki
સીંગદાણાની ચિક્કી -Shingdana ni  chiki 
સામગ્રીઃ 
1 કપ  સીંગદાણા
¾ કપ ગોળ
1 ચમચો ઘી

રીત:


1. સૌપ્રથમ એક પેનમાં  શીંગદાણા  ઉમેરી તેને શેકી લો. ત્યારબાદ તેને ઠંડા થવા દો અને તેમાંથી ફોતરાં  કાઢી લો.   


2. ત્યારબાદ  એક પાત્રમાં 1 ચમચી ઘી ગરમ કરો. તેમાં ગોળ ઉમેરીને ધીમા મધ્યમ તાપે ગરમ કરો. 

3.તે દરમિયાન તેને સતત હલાવતા રહો. 

4. ગોળ પીગળીને લિક્વીડ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો અને ફોતરાં વગરના સીંગદાણા મિક્સ કરી લો. 

5. ત્યારબાદ એક ત્રાસ લઇ તેની નીચેની બાજુ પર  ઘી  લાગણી તેના પર  શીંગદાણા અને ગોળવાળા  મિશ્રણ એક સરખી રીતે પાથરી દો. 

6.  હવે એક વેલણ પર ઘી લગાડી મિશ્રણને સરખી રીતે વણી  લો. આ પ્રકિયા થોડી ફટાફટ કરવી જેથી તમે તેમાં સરળતાથી કાપા  પડી શકો.  પછી તેમાં તમારો  મનગમતો આકાર આપો. ત્રિકોણ, ચોરસ અને ડાયમન્ડ  ગમે તે આકાર.     

7. હવે તેને ઠંડુ થવા દો.  ઠંડુ થઇ પછી તેને  હવાચુસ્ત ડબ્બા માં ભરી લો. 


વધુ માહિતી માટે:

1. આંબલી ની ચટણી - Aambli ni Chutney

2. કોલ્ડ કોફી- Cold Coffee

3. ભાત ના ભજીયા (ક્રિસ્પી ભજીયા) - Bhat na Bhajiya

4. કોથમરી ની ચટણી - Kothmari ni Chutney

4. સામાના ઢોકળા- Sama na Dhokla

5. પુડલા ( બેસન ચિલ્લા) - Pudala

6. તવા ગાર્લિક નાન - Tawa Garlic Naan

No comments:

Post a Comment

Instagram Post