સેવ ટામેટાંનું શાક - Sev Tametanu shak

સેવ ટામેટાંનું શાક
સેવ ટામેટાંનું શાક

સામગ્રીઃ 

150 ગ્રામ જીણી સેવ
3-4 નંગ મધ્યમ  સાઈઝના ટામેટા
2 ચમચા  તેલ
1/2 ચમચી  રાય
1/2 ચમચી  જીરું
મીઠું સ્વાદાનુસાર
1/2 ચમચી  હળદર
1 ચમચી  મરચું પાવડર
1/2 ચમચી  ધાણાજીરું
1/2 ચમચી ગરમ મસાલો
એક ચપટી હિંગ  
1 નંગ  લીલું મરચું
નાની વાટકીસમારેલીકોથમરી
1-2 નંગ

ટીપ્સઃ  
  • જો જીણી  સેવમાંથી  શાક બનવામાં આવે તો તે એકદમ મીઠાશ ભર્યું બને છે.

રીત:

1.  સૌ પ્રથમ ટામેટાને ધોઈ  નાના  કટકા કરી લો.

2. હવે એક બાજુ પર કડાઈ મૂકી તેમાં તેલ  ગરમ કરવા મુકો। તેલ ગરમ થઇ જય એટલે  તેમાં રાય અને જીરું  ઉમેરો.

3. રાય અને જીરું તતડે એટલે તેમાં કટકી કરેલું લસણ અને  જીણા સમારેલા મરચા નાખો.

4. હવે લીમડો  અને હિંગ ઉમેરી ટામેટાં ના કટકા ઉમેરો.

5. ત્યારપછી  તેમાં  લાલ મરચું પાવડર, ધણા જીરું, મીઠું સ્વાદમુજબ, હળદર , ઉમેરી  ટામેટાં  ને ચઢવા  દો.

6. થોડી વાર શાક ને ઢાંકી ને ચડવા  દો. જયારે ટામેટાંના  શાકમાં  ઉપર તેલ તરવા  માંડે  ત્યારે તેમાં
 એક નાનો  ગ્લાસ  પાણી ઉમેરો.

7.  હવે એક ઊભરો પાણીમાં આવે એટલે તેમાં સેવ ઉમેરી દો. હવે તમને શાક માં જેટલી  પ્રમાણ માં રસો  જોઈ  તેટલું થઇ એટલેતેના  પાર કોથમરી છાંટી દો.  ગેસ  બંધ કરી  ગરમાગરમ પીરસો.


 જરૂર  ટ્રાય કરો અને મને લખી જાણવો  કેવું લાગ્યું.       
    
વધુ માહિતી માટે:

1. ભરેલા ટમેટા  

2.તવા ગાર્લિક નાન

Instagram Post