રવા ઉત્ત્તપા |
1 વાટકી ઝીણો રવો
1 સમારેલી ડુંગળી
1/2 કેપ્સિકમ
1 નંગ ટામેટું
મીઠું સ્વાદપ્રમાણે
1/2 વાટકી દહીં
1 ચપટી બેકિંગ સોડા
ટીપ્સઃ
- રવા ઉત્તપમ મા દહીં ઉમેરવાથી તે એકદમ સોફ્ટ બંને છે.
રીત:
1. સૌપ્રથમ રવાને સાફ કરી લો.
2. ત્યારબાદ તેમાં મીઠું સ્વાદાનુસાર , દહીં , ખાવાનો સોડા , અને પાણી ઉમેરી એકદમ સ્મૂથ બેટર બનવો.
3. 10 મિનિટ પછી બેટરને ચેક કરી લો. રવાને લીધે પાણી સોસાય જાય છે. એટલે જો જરૂર લાગે તો થોડું વધુ પાણી ઉમેરવું.
4. હવે ગેસ ચાલુ કરી તેના પર લોઢી ગરમ થવા મુકો.
5. હવે રવાના બેટરને લઈને લોઢી પર ફેલાવો. ત્યાર બાદ તેના પાર ટામેટા, કેપ્સિકમ ,અને ડુંગળી નાખી ચઢવા દો.
6. હવે એકબાજુ ચઢી જાય એટલે તેને ફેરવી લો. બંને બાજુ શેકાય જાય એટલે ગરમાગરમ ચટણી કસાથે પીરશો.
વધુ માહિતી માટે:
No comments:
Post a Comment