કચ્છી દાબેલી - Kachchhi Dabeli

કચ્છી દાબેલી
કચ્છી દાબેલી
સામગ્રી:

 ૪ નંગ પાઉં મોટી સાઇઝના
કરછી દાબેલી મસાલો
૫૦૦ ગ્રામ બાફેલા બટાકા
૨ નંગ ડુંગળી ઝીણી સમારેલી
૧ વાટકી ઝીણી સેવ
૧૦૦ ગ્રામ મસાલા શીંગ દાણા
1 નંગ દાડમ 
આંબલી ચટણી
કોથમરી ચટણી
કોપરાની છીણ 

રીતઃ

1. સૌપ્રથમ બટાટાને ધોઈને સાફ કરી લો.હવે બટાકા ને કુકરમાં નાખી બાફી લો.

2. ત્યારબાદ  બટાકા ની છાલ ઉતારી  તેને એકદમ મસળી લો. 

3. હવે ગેસ ચાલુ કરી  2 ચમચા તેલ ગરમ કરવા મુકો. તેલ આવે એટલે તેની અંદર હિંગ ઉમેરી લો.

4. ત્યારબાદ મસળેલાં  બટાકામા દાબેલીનો કચ્છી  મસાલો ઉમેરી લો. અને ગરમ કરેલું તેલ ઉમેરી એકદમ મિક્સ કરી લો.

5.બધું મિક્સ થઇ જાય એટલે તેને એક ત્રાસમાં કાઢી લો. અને હવે તેના પાર કોપરાની છીણ અને દાડમ ના દાણા  ભભરાવો. અને થોડી કોથમરી થી સજાવો. 

6.હવે પાઉને લઇને  તેમાં વચ્ચેથી કાપો મુકો. ત્યારબાદ પાઉંની એકબાજુ પાર આંબી ચટણી અને બીજીબાજુ પર કોથમરી ચટણી લગાવો. હવે ત્યાર કરેલો બટાકાનો માવો વચ્ચે ભરી  દો.

7. હવે બટાકાના માવા પર સમારેલી ડુંગળી, મસાલા શીંગ,દાડમ ના દાણા અને જીણી સેવ છાંટો.   

8. હવે  ફરીથી ગેસ ચાલુ કરી આ ત્યાર કરેલી દાબેલીને બંને બાજુ શેકી લો.

9.  હવે તેને આંબલી ચટણી સાથે ગરમાગરમ પીરસો. 


વધુ માહિતી માટે:



No comments:

Post a Comment

Recent Post

Khichu: A Traditional Gujarati Dish

Instagram Post