એગલેસ બ્રાઉનીઝ બનાવવાની રીત- eggless brownies banavvani rit

એગલેસ બ્રાઉનીઝ બનાવવાની રીત
એગલેસ બ્રાઉનીઝ બનાવવાની રીત
સામગ્રી:


3/4 વાટકી ઓલ પર્પસ ફલોર
1 વાટકી ખાંડ
1/3 કપ  કોકો પાવડર 
1/2 ચમચી બેકિંગ પાવડર 
1/2 ચમચી મીઠું 
1/2 કપ પાણી 
1/2 કપ તેલ 
1/2 ચમચી વેનીલા એસન્સ

રીત:

1. સૌપ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ, ખાંડ, કોકો પાવડર, બેકિંગ પાવડર અને મીઠું મિક્સ કરી લો.

2. ત્યારબાદ તેમાં પાણી, તેલ અને ઉપરથી વેનીલા એસેન્સ નાખી બધી વસ્તુ મિક્સ કરી લો.

3. એ વાતનું ધ્યાન રાખવું કે બધી વસ્તુ એકદમ મિક્સ થઈ જાય નહીંતર બ્રાઉની બરોબર બનશે નહીં.

4. હવે તમારી પાસે એકદમ ઘટ્ટ મિશ્રણ તૈયાર થઇ જશે. ચેક કરી લેવું કે તેમાં બેકિંગ પાવડર બરોબર મિક્સ થઇ ગયો હોય.

5. ત્યારબાદ બેકિંગ ટ્રે પર બધી બાજુ તેલ લગાડો.હવે આ મિશ્રણને મધ્યમ સાઈઝના બેકિંગ ટ્રેમાં ઉમેરો. અને આ મિશ્રણને એક સરખું પાથરી દો.

6. હવે આ બેકિંગ ટ્રેને 177°c  તાપમાને 20 મિનિટ માટે ચડવા દો. અથવા તો છરી લગાડીને ચેક કરી જુઓ કે તેમાં બ્રાવોની ચોંટે નહીં.

7. હવે તમારી બ્રાઉનીઝ તૈયાર છે.

આ વાનગી જરૂરથી ટ્રાય કરો અને મને તમારો અભિપ્રાય જણાવો. આવી અલગ અલગ વાનગી તમને જોવા મળશે.

વધુ માહિતી માટે:

1. ભાત ના ભજીયા (ક્રિસ્પી ભજીયા) - Bhat na Bhajiya

2. કોથમરી ની ચટણી - Kothmari ni Chutney

3. સામાના ઢોકળા- Sama na Dhokla

4. પુડલા ( બેસન ચિલ્લા) - Pudala

5. તવા ગાર્લિક નાન - Tawa Garlic Naan

6. ભરેલા ટમેટા - Bharela Tomatoes





No comments:

Post a Comment

Recent Post

Khichu: A Traditional Gujarati Dish

Instagram Post