![]() |
| મેથીના થેપલા |
1/2 વાટકી લીલી મેથી સમારેલી
2 ચમચી તેલ લોટ બાંધવા અને બીજું થેપલા શેકવા માટે
4-5 કળી લીલું લસણ
2 ચમચી તલ
2 વાટકી ઘઉં નો લોટ
3/2 મરચું પાવડર
1/2 ચમચી હળદર
1 ચમચી ધાણાજીરું
મીઠું સ્વાદપ્રમાણે
ટીપ્સઃ
- જો તમે લીલા લસણ નો ઉપયોગ કરશો તોહ થેપલા વધુ સ્વાદિષ્ટ બને છે. આ સિવાય તમે સૂકું લસણ પણ લઇ શકો છો.
રીત:
1. સૌપ્રથમ મેથીને વીણી લઇ તેને બારીક સમરી લો.
2. ત્યારબાદ તેને પાણી ભરેલા નાખી ધોઈ લો. હવે થેપલાનો લોટ બાંધવા માટે એક પાત્રમાં લોટ લઇ તેમાં મીઠું સ્વાદ પ્રમાણે , મરચું પાવડર , ધાણાજીરું , હળદર ,તલ ,તેલ અને લસણ લીલું હોઉં તો સુધારીને નાખવું . પરંતુ જો સૂકું લસણ હોઈ તો લસણ ની પેસ્ટ ઉમેરવી.
3.હવે બધું મિક્સ કરી લો.ત્યારપછી પાણી માં પલાળી રાખેલી મેથી સ્વચ્છ કરી લોટ ના મિશ્રણમાં ઉમેરો.
4. હવે લોટમાં થોડું થોડું પાણી ઉમેરી રોટલીથી થોડો કડક લોટ બાંધો. ત્યારબાદ તેને તેલ લગાડી 10-15 મિનિટ માટે રહેવા દો.
5. 10 મિનિટ પછી તેમાં થી મધ્યમ સાઈઝના લુઆ લઇ રોટલીની જેમ ગોળ વણવા. થેપલા થોડા રોટલી કરતા જાડા રાખવા.
6. હવે લોઢી ગરમ થવા મૂકો. ત્યાર બાદ લોઢીમાં થેપલાંને નાખો. એક બાજુ થેપલું ચઢી જાય એટલે બીજી બાજુ તેલ લગાડી શેકી લો.
7. આમ વારાફરતી તેલ લગાડી થેપલું થોડું બ્રાઉન થઇ ત્યાં સુધી શેકી લો.
8. હવે તેને ગરમાગરમ બટાકાની સુકીભાજી કે પછી ચા સાથે પીરસો
આ રેસિપિ બનાવો અને જરૂરથી ટ્રાય કરો.
વધુ માહિતી માટે:

No comments:
Post a Comment