પાઉંભાજી - Pav Bhaji

પાઉં ભાજી
પાઉં ભાજી
સામગ્રીઃ 

2 નંગ બટેકા 
1 વાટકી  વટાણા 
1 વાટકી  ફ્લાવર 
2 નંગ  મોટી ડુંગળી 
3 નંગ ટામેટા 
1 વાટકી દૂધી 
1 વાટકી રીંગણાં 
મીઠું સ્વાદપ્રમાણે 
3 ચમચી લાલ મરરચા પાવડર  
2 ચમચી ધાણાજીરું પાવડર 
1/2 ચમચી હળદર 
1/2 ચમચી  મસાલો 
2 ચમચી પાઉંભાજી મસાલો 
3 ચમચા તેલ 

1/4 ચમચી હિંગ 
7-8 કળી  લસણ 

4 નંગ લાદી  પાઉં 
1/4 વાટકી બીટ 
અમુલ બટર 
1/2 લીંબુ 


ટીપ્સઃ  
  • પાઉંભાજીમાં દૂધી ઉમેરવાથી એકદમ બજાર જેવીજ મીઠાશ  લાગે છે.   




રીત:



1. સૌપ્રથમ કૂકરમાં  વટાણા સિવાયના ઉપર આપેલા બધા શાકભાજી મીઠું નાખી બફીલો. 


2. હવે કુકર ઠંડુ થાય એટલે  તેમાંય રહેલા શાકભાજીને મેસરની મદદ થી મેસ કરી લો. એકદમ સ્મોથ  પેસ્ટ જેવું તૈયાર  થઇ જશે.

3. હવે બીજી બાજુ  વટાણા ને અલગ થી બાફીને રાખી દો. .

4. હવે એક કડાઈ માં થોડું તેલ અને બટર  મૂકી ગરમથવા દો. પહેલા  તેલ અને પછીજ બટર  ઉમેરવું  નહીંતર  બટર  બળવા  માંડશે.

5. થોડું તેલ આવી જાય એટલે  તેમાં હિંગ ,લસણની પેસ્ટ અને  સમારેલી ડુંગળી ઉમેરો. જયારે ડુંગળી પાર્દર્શક થઇ જાય ત્યાર બાદ તેની અંદર મસાલા ઉમેરો.

6.આ માટે એક વાટકીની અંદર બધા મસાલા મિક્સ  કરી લો અને પછી ડુંગળીમાં સાંતળી લો. 1-2 મિનિટ પછી તેને અંદર ટામેટા  ઉમેરો.

7. જ્યાંસુધી બધા ટામેટા ચઢી ના જાય ત્યાં સુધી તેને પકાવો. તે ચેક કરવા માટે જયારે કાડાઇની આજુબાજુ થી તેલ છૂટવા માંડે ત્યારે બધાજ ટામેટા ચઢી ગયા  હશે.  તેના પરથી તમને અંદાજો આવી જશે. 
  
8. હવે તેમાં બાફેલા વટાણા શિવાયના શાકભાજી ઉમેરો અને બધું મિક્સ કરીલો. ત્યારબાદ તેમાં થોડું લીંબુ રસ ઉમેરો.  

9.હવે પાઉંભાજીને ઉકળવા  દો. હવે ઉપરથી બાફેલા વટાણા ઉમેરો. 15 મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરી દો. તેને કોથમરી થી સજાવો.

10. ભાજી ઉપર બટર નાખી એક પ્લેટમાં શેકેલા પાઉં ,પાપડ, ડુંગળી ટામેટાંના સલાડ, લીલી ચટણી અને લસણની ચટણી  સાથે પીરસો.

આ વાનગી જરૂરથી ટ્રાય  કરો અને મને તમારો અભિપ્રાય જાણવો.વધુ વાનગીઓ માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો. 

વધુ માહિતી માટે:






Recent Post

Khichu: A Traditional Gujarati Dish

Instagram Post