પાણીપુરીની પુરી ઘ‌ઉના લોટમાંથી - Panipuri ni Puri wheat flour mathi

પાણીપુરીની પુરી ઘ‌ઉના લોટમાંથી
પાણીપુરીની પુરી ઘ‌ઉના લોટમાંથી
સામગ્રીઃ 

1 વાટકી ઘઉંનો લોટ
1/4 બેકિંગ પાવડર
1 ચપટી બેકિંગ સોડા
તેલ તળવા માટે

ટીપ્સઃ 


  • બેકિંગ સોડા ઉમેરવાથી  પાણીપુરીની પુરી એકદમ ફૂલે અને કડક થઇ છે.



રીત:

1. સૌપ્રથમ એક વાંસણમાં ઘઉંનો લોટ લઇ લો.

2. ત્યારપછી  તેમાંય  બેકિંગ સોડા અને બેકિંગ પાવડર ઉમેરો. હવે બધું મિક્સ કરી લો.

3. હવે તેમાં થોડું થોડું પાણી  ઉમેરી પરોઠા જેવો લોટ બાંધો.

4. હવે પાણીપુરીના લોટ ને  10-15 મીનીટ ઢાંકીને રહેવા દો. હવે તેમાંથી એક મધ્યમ  સાઈઝના  લુઆ લો.

5. ત્યારબાદ એકદમ મોટી સાઈઝ  ની રોટલી વણો. રોટલી બધું જાડી કે પાતળી ના હોવી જોઈએ.

6. હવે એક માધ્યમ સાઈઝનું  ઢાંકણ  લઇ તેના વડે રોટલી પર કટ કરી લો. આમ કરવાથી પુરી ઝડપથી થાય  છે.   અને  તળતી વખતે  ખુબ સરળતા  રહે છે.

7.એક રોટલી વણવી ને તરવી. નહીંતર પુરી ફુલશે નહિ. હવે તેલ ગરમ થવા મુકો. તેલ આવી જાય એટલે  કટ કરેલી  પુરીને  એકપછી એક ઉમેરી ઝારાથી  થોડી પ્રેસ કરો આમ કરવાથી પુરી એકદમ ફૂલી જશે. ત્યારબાદ  ગેસ ની  આંચ ધીમી કરી નાખવી.

8.હવે પુરીને થોડો  બદામી રંગ આવે ત્યાં સુધી બંને  બાજુ તળી લો.

9.હવે પાણીપુરીની પુરી તૈયાર છે.

10. થોડી પુરી ઠંડી થઇ જાય એટલે એરટાઈટ બોક્સ માં  ભરી લો.

વધુ માહિતી માટે:

1. તવા ગાર્લિક નાન

2. તીખા સેવ મમરા

Instagram Post