પુડલા ( બેસન ચિલ્લા) - Pudala

પુડલા


સામગ્રીઃ


1 વાટકી  ચણા  નો લોટ
કોથમરી
2-3 કળી લસણ
ટામેટાં
ડુંગળી
મીઠું સ્વાદ પ્રમાણે



રીત:


1. સૌપ્રથમ  ચણાના લોટને  એક બાઉલ માં  લો.

2. હવે ચણાના  લોટમા કોથમરી , લસણ ની  પેસ્ટ ,સ્વાદ પ્રમાણે મીઠું , ઝીણાં સમારેલા ટામેટા અને ડુંગળી  નાંખી  બધું મિક્સ  કરી લેવુ.

3. ત્યારબાદ  તેમાં થોડા થોડા  પ્રમાણમાં  પાણી  ઉમેરી  ખીરૂ તૈયાર કરવું.

4. ખીરું પાતળું ન થઇ જાય તેનું ધ્યાન રાખો. હવે લોઢી તપવા મૂકો.

5. હવે નીચે દર્શાવ્યા પ્રમાણે ધીરે ધીરે પુડલાને ફેલાવો.


6. હવે તેના પર બે-ચાર ટીપા તેલનો છંટકાવ કરવો અને તેને થોડું ક્રિસ્પી થવા દો. થોડું બદામી થઈ જાય એટલે બીજી બાજુ શેકી લો.

 7. હવે તેને ગરમાગરમ ચટણી કે સોસ સાથે પીરસો.


   



Instagram Post