વેજીટેબલ જમ્બો ચીઝ સેન્ડવીચ |
વેજીટેબલ જમ્બો ચીઝ સેન્ડવીચ માટેની સામગ્રીઃ
3 બ્રેડ સ્લાઈસ
ખમણેલું ચીઝ
1 ટમેટું
1 ડુંગળી
1 બાફેલુ બટેકુ
મીઠું સ્વાદ પ્રમાણે
ચાટ મસાલો
લીલી ચટણી
તીખા નો પાવડર
માખણ
ટમેટા સોસ તીખો મીઠો
વેજીટેબલ જમ્બો ચીઝ સેન્ડવીચ બનાવવાની રીતઃ
1. વેજીટેબલ જમ્બો ચીઝ સેન્ડવીચ બનાવવા માટે સૌપ્રથમ એક બ્રેડ સ્લાઈસ લો.
2. હવે આ બ્રેડ સ્લાઇસ લીલી ચટણી લગાડો. ત્યારબાદ તેના ઉપર ડુંગળીના ગોળ પતીકા ચાર ખૂણા પર અને એક વચ્ચે ગોઠવો.
3. તેના પર બ્રેડનો બીજુ લેર ગોઠવો. હવે આ સ્લાઈઝ્માં એક બાજુ પર બટર લગાડો અને એક બાજુ પર ટમેટો સોસ લગાડો. હવે તેના પર બાફેલા બટાકા પાતળી સ્લાઈસ કરીને ગોઠવો.
4. હવે તેના પર બ્રેડની સ્લાઈસ લીલી ચટણી લગાડી ગોઠવો. હવે પછી ટામેટા અને કાકડીની સ્લાઇસને તેના પર ગોઠવો.
5. ફરી એકવાર બ્રેડની સ્લાઈસ પર મયોનીઝ લગાડી તેના ઉપર ખમણેલું ચીઝ ભભરાવો.
6. જો તમને વધારે તીખું કરવું હોય તો બ્રેડની સ્લાઈસ પર ચટણી લગાડો અથવા સોસ લગાડીને પીરસો.
7. હવે તેને એક પ્લેટ ઉપર રાખી તેના ચાર કટકા કરો. ત્યારબાદ તેના પર થોડું ખમણેલું ચીઝ નાખી ચટણી કે સોસ સાથે પીરસો. દરેક સ્લાઇસ ની વચ્ચે ચાટ મસાલો થોડો ઉમેરતા જાવ.
વેજીટેબલ જમ્બો ચીઝ સેન્ડવીચ બાળકોને ખૂબ જ પસંદ છે અને એકદમ જ જલ્દીથી તૈયાર થઈ જાય છે. જો તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જણાવો. આ પ્રમાણે ની ઝટપટ રેસીપી માટે આ લેખનો ફોલો કરતા રહો.