ભરેલા ટમેટા |
સામગ્રીઃ
4-5 નંગ ટામેટાં
250 ગ્રામ ફ્લાવર
1/2 ચમચી ગરમ મસાલો
1/4 ચમચી ખાંડ
2 ચમચી લાલ મરચું પાવડર
2 ચમચી ધાણાજીરું પાવડર ,
1/2 ચમચી હળદર
મીઠું સ્વાદપ્રમાણે
1/2 વાટકી કોથમરી
2 ચમચી ચણાનો લોટ
ટિપ્સ:
- ભરેલા ટમેટામાં ચણાનો લોટ ઉમેરવાથી તેની ગ્રેવી એકદમ ઘટ બને છે અને દેખાવમાં અને સ્વાદ માં પણ સરસ લાગે છે.
રીત:
2. હવે બાફેલા ફ્લવરમાં એક ચમચી ચણાનો લોટ, એક ચમચી ધાણાજીરૂ, એક ચમચી મરચું, એક ચમચી ખાંડ, એક ચમચી કોથમીર, ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે નાખી મિક્સ કરો.
3. પછી ચારથી પાંચ મધ્યમ સાઇઝનાં ટામેટાં લેવા એમાં ચોકડી થાય એ રીતે બે કાપા મારવા.
4. ત્યારબાદ આ સ્ટફિંગ ટમેટામાં ભરી લો અને થોડું બચાવીને રાખો. ત્યારબાદ જરૂર પ્રમાણે તેલ ઉમેરી હિંગ જીરું મૂકી પાણી નો વઘાર કરવો.
5. હવે પાણી ઉકાળે પછી તેમાં ટમેટા ઉમેરો. ત્યારબાદ બચેલો મસાલો ઉપર ભભરાવો. તેને ધીમા તાપે ચડવા દો અને ઉપર થી બંધ કરી દો.વચ્ચે-વચ્ચે ચેક કરી લેવું કે શાક બેસે નહિ.
6.ભરેલા ટમેટાનું શાક 15 મિનિટમાં તૈયાર થઇ જશે. ગરમાગરમ પીરસો.