ક્રિસ્પી ભજીયા |
સામગ્રી:
૧ વાટકી વધેલા ભાત(બાફેલા ચોખા)
૧ ડુંગળી
૧ બટેકુ
૧-૨ લીલા મરચાં
૧/૪ ચમચી હળદર પાવડર
૧ ચમચી મરચું પાવડર
૧ ચમચી ધાણાજીરૂ
મીઠું સ્વાદ અનુસાર
તેલ તળવા માટે
૧ ચમચો ચણાનો લોટ
૧/૨ વાટકી સમારેલી કોથમીર
રીતઃ
1. સૌપ્રથમ એક બાઉલમાં ભાત, ઝીણી સમારેલી ડુંગળી, બટાકા, મરચાં, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરો.
2. હવે તેમાં બાકી ના મસાલા ઉમેરીને બધું મિક્સ કરી લો.
3. હવે તેમાં ચણાનો લોટ ઉમેરી મિક્સ કરી લો અને જરૂર પડે તો થોડું પાણી ઉમેરી ઘટ્ટ બેટર(અડવણ) તૈયાર કરો.
4. હવે ગેસ ચાલુ કરી કડાઈ માં તેલ ગરમ થવા દો.
5. ત્યાર પછી થોડું થોડું બેટર લઈ કડાઈ પર ભભરાવો. તે દરમિયાન તમારો હાથ વરાળથી દાઝે નહીં તેનું ધ્યાન રાખવું.
6. હવે પકોડા ગોલ્ડન બ્રાઉન થવા દો. પછી તને ચટણી સાથે પીરસો. આ નાસ્તો ચા સાથે પણ લઈ શકાય.
આ રેસિપી જરૂર થી બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો.આવી કવિક રેસીપી માટે અહીં ક્લીક કરો.
વધુ જુઓ :
1. બાળકો માટેની વાનગીઓ
વધુ જુઓ :
1. બાળકો માટેની વાનગીઓ