નાન ખટાઇ- Naan Khatai

નાન ખટાઇ- Naan Khatai નાના મોટા સૌ ને ભાવે છે. તે બનવવામાં પણ એકદમ સરળ હોય છે. ઘણી વાર આપણને થઇ કે ચાલ ટ્રાય  કરી જોવ પરંતુ પૂરતી વિધિ ના અભાવે ગળ્યું  વધી જાય કે પછી કડક થઇ જાય કે મોળી  બંને કેટકેટલાંક  પ્રયાસો બાદ તેના મેપ નો અંદાજ આવે છે.

તો આજે હું એકદમ સરળ રીતે   નાન ખટાઇ- Naan Khatai બનવવા માટેની રીત તમને અહીં જણાવીશ. આ પાછળનો ઇતિહાસ કૈક આ પ્રમાણે છે, એમ માનવામાં આવે છે કે નાન ખટાઇની શરૂઆત 16 મી સદીમાં સુરતમાં થઈ હતી, તે સમયે જ્યારે ડચ અને ભારતીય મહત્વના મસાલાના વેપારીઓ હતા.   તેમની જરૂરિયાત ને પોહચી વળવા  એક દમ્પતીએ  સુરત માં બેકરી ઉભી કરી હતી. 

આ ઉપરાંતની અન્ય મીઠાઈ જોવા માં તે અહીં ક્લિક કરો  મિઠાઈ


નાન ખટાઇ- Naan Khatai
નાન ખટાઇ- Naan Khatai

સામગ્રી:

100 ગ્રામ મેંદો
100 ગ્રામ સોજી (રવો)
100 ગ્રામ ઘી
100 ગ્રામ ખાંડ નો પાવડર
1 / 2 ચમચી બેકિંગ પાવડર -
એલચી  પાવડર
2 ચમચી  પિસ્તા બદામના ટુકડા 



રીત :

1.ઘી અને ખાંડનો પાવડર ને એક સાથે ભેગા કરી ને સરખા મિક્ષ કરી લેવા.

2. હવે ઉપર બનાવેલા મિશ્રણમાં ધીરે ધીરે મેંદો, રવો, ઈલાયચી પાવડર સ્વાદ પ્રમાણે અને બેકિંગ પાવડર નાખતા જવું અને હલાવતા જવું. જરા પણ ગંઠાના થાય તેનું ધ્યાન રાખવું. હવે 15-20 મિનીટ રાખવુ.

3. બેકિંગ પ્લેટ લેવી તેમાં ઘીનું ગ્રીસિંગ કરી તેમાં આ મિશ્રણમાંથી નાન ખટાઇના શેપ આપવા.

4. સજાવટ માટે તેની ઉપર પિસ્તા અને બદામના ફ્લૅક્સ પાથરો.

5. ઓવેનમાં 180 સેન્ટીગ્રેડ તાપમાને અંદાજે 20-25 મિનીટ બેક કરવું. 10 મિનીટ ઠંડી થવા દેવી પછી બેકિંગ પ્લેટ માથી સર્વિંગ કરવાની પ્લેટમાં કાઢી લેવી.

જો આ રેસિપી તમને પસંદ આવી હોય તો જરૂર થી ટ્રી કરજો અને તમે બનવેલ વાનગી ના ફોટા તમે મને ઇન્સ્ટાગ્રામ પર myfood_recipe ટેગ કરી શકો છો. તમારો અભપ્રાય કૉમેંટ બોક્સ  માં જણાવજો.


વધુ માહિતી માટે:




No comments:

Post a Comment

Recent Post

Khichu: A Traditional Gujarati Dish

Instagram Post