ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાની રીત । Instant Dhokla

ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાની રીત । Instant  Dhokla
ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાની રીત । Instant  Dhokla 
સામગ્રી:

એક વાટકી ચણાનો લોટ
1/4 વાટકી સોજી
મીઠું સ્વાદ પ્રમાણે
1/4 ચમચી હળદર
1 ચમચી લસણની ચટણી
૧ ચમચી ખાંડ
એક ચમચી તેલ
છાશ જરૂરિયાત પ્રમાણે 
ચપટી  લીંબુના ફૂલ
ચપટી ખાવાનો સોડા

વઘાર માટે:
૧ ચમચી રાઈ
બેથી ત્રણ ચમચી તેલ
બે-ત્રણ મરચા સમારેલા
લીમડો
સમારેલી કોથમીર
એક ચમચી સફેદ તલ
એક ચમચી ટોપરા નો ભૂકો.

રીત:

1. સૌપ્રથમ એક બાઉલમાં સોજીનો લોટ ઉમેરી દો. હવે તે પાત્રની અંદર ચણાનો લોટ ચાળીને ઉમેરો

2. ત્યારબાદ તેની અંદર હળદર, મીઠુ, ખાંડ, તેલ  અને લીંબુના ફૂલ ઉમેરી મિક્સ કરી દો. હવે લસણની ચટણી ઘટ્ટ હોય તો તેમાં બે ત્રણ ટીપાં પાણી ઉમેરી તેને પાતળી કરી દો અને  આ મિશ્રણ ની અંદર ઉમેરી દો.

 3. હવે આ મિશ્રણમાં થોડી થોડી છાશ ઉમેરી એને એકદમ ખીરા જેવું તૈયાર કરી લો. પછી તે મિશ્રણને પાંચથી દસ મિનિટ માટે ઢાંકીને રાખી દો

4. હવે એક સ્ટીમરમાં પાણી ગરમ કરી ઢોકળાંની થાળીને તેલ લગાડી તેના પર મૂકો.  જયારે પાણી ઉકાળવા માંડે તે પછી તે થાળી માં  ખીરું(બેટર) ઉમેરવું.

5. હવે આ તૈયાર કરેલા મિશ્રણને ની અંદર ખાવાનો સોડા ઉમેરો અને તેની ઉપર એક- બે ટીપાં લીંબુનો રસ ઉમેરો જેથી ખાવાનો સોડા એક્ટિવેટ થઈ જાય.

6. હવે આ મિશ્રણને સતત એક બાજુએ હલાવતા રહો જેથી મિશ્રણ થોડું ફુલી જશે અને તેમાં બોળો આવ્યો હોય તેવું લાગશે.

7. હવે આ મિશ્રણને તેલ લગાડેલી ઢોકળાની થાળી પર ઉમેરી દો અને તેને વરાળથી બફાવા  મૂકી દો લગભગ 20 મિનિટ પછી આ ઢોકળા  તૈયાર થઇ જશે.

8. હવે એક ચપ્પુની મદદથી ઢોકળાને  જોઈ લો. જો ચપ્પુ એકદમ સાફ બહાર આવે તો ઢોકળા તૈયાર નહીંતર તેને થોડી વાર ચઢવા દો.

9. હવે વઘાર માટે એક પાત્રમાં તેલ ઉમેરી ગરમ થઈ જાય પછી તેની અંદર રાઈ ઉમેરો. 

10. રાઈ તતડી જાય પછી તેની અંદર હિંગ, લીમડો,  સફેદ તલ ઉમેરી સાંતળી લો. ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી 1 ચમચી ખાંડ નાખો. 

11. હવે તેમાં એક ઊભરો આવી જાય પછી તેને ઉતારી લો. હવે આ વઘારને તમારી ઢોકળાની થાળી પર ઉમેરી દો. બસ તમારા ઢોકળા  તૈયાર છે.


No comments:

Post a Comment

Instagram Post