500 ગા્મ ગાજર
2-3 નંગ પેંડા
20 ગ્રામ શુદ્ધ ઘી
1/2 વાટકી ખાંડ
2 વાટકી દૂધ
1/4 વાટકી ડ્રાયફ્રૂઇટ
1/4 વાટકી કીસમીસ
1/4 વાટકી કીસમીસ
ટીપ્સ:
- આ વાનગી માં કોઈ પણ પ્રકાર ની મીઠાઈ નો વપરાશ કરી શકાય છે. જો તમે વધુ પ્રમાણમાં મીઠાઈ નો ઉપયોગ કરતા હોઈ તો સ્વાદપ્રમાણે ખાંડ ઉમેરવી.
રીતઃ
1. સૌપ્રથમ ગાજરની છાલ ઉતારી તેને ખમણી લો.
2. ત્યારબાદ જાડા તળિયાવાળી કડાઈ લો અને તેને ગેસ પાર તાપવા મુકો. તેમાં શુદ્ધ ઘી ઉમેરો અને ખમણેલ ગાજર ઉમેરી દો.
3. થોડા થોડા સમયે ચમચાથી ચલાવતા રહો. થોડીવાર ગાજર ચડી જય પછી તેમાં બે વાટકી દૂધ ઉમેરી ચઢવા દો.
4. દૂધમાં ઉભરો આવી જાય પછી તેમાં પેંડા, ખાંડ અને એલચી પાવડર ઉમેરી દો. હવે હલવામાં ડ્રાયફ્રૂઇટ ઉમેરો અને થોડા બચાવીને રાખો.
5. હવે બધું મિક્સ કરી જ્યાંસુધી દુધી બળી ના જાય અને ખાંડ એકરસ ના થઇ ત્યા સુધી ચાલવતા રહો.
6. 20 મનીટ પછી હલવો તૈયાર થઇ જશે.ચેક કરવા માટે દૂધીને દબાવી જોવો.
7. હવે એક પ્લેટ માં ઘી લાગળી તેના પર હલવો પાથરી દો. અને તેના પાર વધેલા ડ્રાયફ્રૂઇટ છાંટી દો.
વધુ જુઓ:
1. અવનવી વાનગીઓ